7
ઈસુ એને ચ્યા બાહા
1 ચ્યા પાછે ઈસુ ગાલીલ ભાગામાય ફિરતો રિયો, કાહાકા યહૂદી આગેવાન ચ્યાલ માઆઇ ટાકાં હોદેત, યાહાટી ચ્યાય યહૂદા વિસ્તારમાય ફિરા વિચાર નાંય કોઅયો.
2 આમી યહૂદીયાહા માંડવા સણ પાહાય આતો,
3 યાહાટી ચ્યા બાહાહાય ચ્યાલ આખ્યાં, “ઇહિને યહૂદીયા વિસ્તારમાય જો, કા જીં કામ તું કોઅતોહો, તી તો શિષ્યહાય બી એઅરા જોજે.
4 જોવે તો એહેકેન ઇચ્છા હેય કા લોક તો બારામાય જાંએ, તો તુલ બોદહા હામ્મે કામહાલ કોઅરા જોજે, જો તું ઈ કામ કોઅતોહો, તો પોતાલ દુનિયામાય પ્રગટ કોઇ દે.”
5 કાહાકા ચ્યા બાહા બી ચ્યાવોય બોરહો નાંય કોઅતા આતા.
6 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આજુ મા સમય નાંય યેનહો, બાકી તુમહેહાટી બોદો સમય યોગ્ય હેય.
7 દુનિયા લોક તુમહેઆરે આડાઇ નાંય કોઇ હોકે, બાકી મા આરે આડાઇ કોઅતેહે, કાહાકા આંય ચ્યાહા વિરુદ સાક્ષી દેતહાવ કા ચ્યાહા કામે ખારાબ હેય.
8 તુમા સણામાય જાયા, આંય આમી નાંય જાવ, કાહાકા આજુ મા સમય નાંય યેનહો.”
9 તો ચ્યાહાઆરે વાતો કોઇન ગાલીલ ભાગામાય રોય ગીયો.
માંડવા સણામાય ઈસુ
10 બાકી ચ્યા બાહા સણામાય ગીયા, તોવે તોબી ખુલ્લી રીતે નાંય, બાકી ગુપ્તમાય ગીયો.
11 યહૂદી આગેવાન સણા દિહામાય ચ્યાલ હોદેત એને ચ્યા આખે, “એલો કેછ હેય?”
12 એને લોકહા ટોળામાય ચ્યા બારામાય દૂરે-દૂરે બોજ વાતો કોઅયો, કોલહાક લોક આખતા આતા, “તો હારો માઅહું હેય” એને કોલહાક આખતા આતા, “નાંય, તો લોકહાન છેતરેહે.”
13 તેરુંબી યહૂદી આગેવાનહા દાકે કાદાં માઅહું ચ્યા બારામાય ખુલ્લી રીતે નાંય બોલે.
સણામાય ઈસુવા હિકાડના
14 એને સણા આરદા દિહી પારવાઈ ગીયા તોવે ઈસુ દેવાળામાય જાયને હિકાડતો લાગ્યો.
15 તોવે યહૂદી આગેવાનહાય નોવાય પામીન આખ્યાં, “તો પવિત્રશાસ્ત્ર માઅને કોદહી નાંય હિક્યહો તે કેહેકેન આવડી ગીયા.”
16 તોવે ઈસુવે જાવાબ દેનો કા, “મા શિક્ષણ મા નાંય હેય, બાકી પોરમેહેરા હેય, જ્યાંય માન દોવાડયો.
17 જો કાદાં માઅહું ચ્યા ઇચ્છા પુરી કોઅરા માગહે તોવે ચ્યાલ ખોબાર પોડી કા મા શિક્ષણ પોરમેહેરા પાયને હેય કા પોતા કોઇન આખતાહાવ.
18 જીં માઅહું પોતા કોઇન આખહે, તો પોતા વાહાવા કોઆડેહે, બાકી જીં માઅહું ચ્યાલ દોવાડનારા વાહવા કોઅહે તોજ ઈમાનદાર હેય એને ચ્યામાય કાય લુચ્ચાઈ નાંય હેય.
19 કાય મૂસાએ તુમહાન નિયમશાસ્ત્ર નાંય દેનહો કા? તેરુંબી તુમહામાઅને કાદો નિયમ નાંય પાળે, તો તુમા માન કાહા માઆઇ ટાકાં હોદતાહા?”
20 લોકહાય ચ્યાલ જાવાબ દેનો, “તુલ બુત વોળાગલો હેય, તુલ કું માઆઇ ટાકાં હોદહે?”
21 ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “માયે યોક ચમત્કાર કોઅયા, એને તુમહાન બોદહાન ચ્યા નોવાય લાગી.
22 મૂસાયે તુમહાન સુન્નત કોઅના આગના દેનલી હેય, એને તુમા આરામા દિહી માઅહા સુન્નત કોઅતાહા. તી આગના મૂસા નાંય હેય, બાકી આગલ્યા ડાયહા પાઅને ચાલતી યેનલી હેય.
23 જોવે મૂસા નિયમશાસ્ત્ર નાંય તોડાં હાટી તુમા આરામા દિહે માઅહા સુન્નત કોઅતાહા, તે માયે આરામા દિહે યોક માઅહાલ હારો કોઅયો, યાહાટી તુમા કાહા ખિજવાઈ ગીયા?
24 મું એઇન ન્યાય નાંય કોઅતા, બાકી યોગ્ય ન્યાય કોઆ.”
કાય ઈસુ ખ્રિસ્ત હેય?
25 કોલાહાક યેરૂસાલેમ શેહેરાવાળા આખે, “કાય ઓ તો નાંય હેય યહૂદી આગેવાન માઆઇ ટાકાં કોશિશ કોઅતાહા?
26 બાકી એઆ, તો તે બોદહા હોમ્મે વાતો કોઇ રિઅલો હેય, એને કાદો ચ્યાલ કાય નાંય આખે, એને આગેવાન લોકહાન ખાત્રી જાયી કા ઓજ ખ્રિસ્ત હેય?
27 યાલ તે આમા વોળાખજેહે, ઓ કેછને હેય, બાકી ખ્રિસ્ત જોવે યી, તો કાદો નાંય જાઅરી કા તો કેછને હેય?”
28 તોવે ઈસુવે દેવાળામાય હિકાડતા મોઠેરે બોંબલીન આખ્યાં, “તુમા માન વોળાખતાહા એને ઈ બી જાંઅતાહા કા આંય કેછને હેતાઉ. બાકી આંય પોતા કોઓઇ નાંય યેનહો, બાકી જ્યેં માન દોવાડયોહો તો હાચ્ચો હેય ચ્યાલ તુમા નાંય વોળખે.
29 બાકી આંય ચ્યાલ વોળાખતાહાવ, કાહાકા આંય ચ્યાપાઅને યેનહો એને ચ્યે માન દોવાડયોહો.”
30 યાહાટી યહૂદી આગેવાન ચ્યાલ દોઅરાં કોએત, બાકી તેરુંબી કાદે ચ્યાલ આથ નાંય લાવ્યો, કાહાકા આજુ લોગુ ચ્યા સમય નાંય યેનેલ.
31 એને લોકહા ગીરદ્યેમાઅને બોજ જાઅહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને આખા લાગ્યા, “ખ્રિસ્ત જોવે યી તોવે યા કોઅતા વોદારી ચમત્કાર કોઇ દેખાડી કા જ્યેં યાય દેખાડયે?”
ઈસુવાલ દોઅના
32 પોરૂષીયાહાય લોકહાન ચ્યા બારામાય યો વાતો દૂરે-દૂરે કોઅતા વોનાયા, એને મુખ્ય યાજક એને પોરૂષીયાહાય દોઅરાંહાટી દેવાળા રાખવાળ્યા દોવાડયા.
33 તોવે ઈસુવે આખ્યાં, “આંય થોડીવાઆ લોગુ તુમહેઆરે હેતાઉ, ચ્યા પાછે જ્યાંય માન દોવાડયો ચ્યાપાય ફિરી જાહીં.
34 તુમા માન હોદાહા બાકી આંય તુમહાન નાંય મીળહી એને આંય જાં રોહુ તાં તુમહાન નાંય યેવાયી.”
35 તોવે યહૂદી આગેવાન યોક બીજહાન આખા લાગ્યા, “તો કેછ જાય કા પોતે આપહાલ તો નાંય મિળી? કાય તો ગેર યહૂદી લોકહાપાંય જાય જ્યેં યુનાની લોકહામાય રોતેહેં, એને યુનાની લોકહાનબી હિકાડી કા?
36 તો કાય આખા માગહે કા, ‘તુમા માન હોદહા, બાકી આંય તુમહાન નાંય મીળહી, એને જાં આંય હેય, તાં તુમા નાંય યી હોકે?’ ”
જીવના પાઅયા નોયો
37 પાછે સણા છેલ્લે દિહે, મતલબ મુખ્ય દિહી આતો, ઈસુ ઉબો રોયન મોઠેરે બોંબલીન આખ્યાં, “જીં કાદા માઅહું પીહાં હેય તી માયેપાંય યેય, એને પિયે.
38 જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, કા જો માયેવોય બોરહો કોઅહે, ચ્યા હ્રદયા માઅને જીવના પાઅયા નોયો વોવત્યો લાગી.”
39 જોવે ચ્યાય “જીવના પાઆય” આખ્યાં, તો તી પવિત્ર આત્મા બારામાય આખી રિઅલો આતો, જ્યાલ ચ્યાવોય બોરહો કોઅનારાહાન મિળનારા આતા, કાહાકા પવિત્ર આત્મા આજુ લોગુ નાંય ઉતલાં આતા, કાહાકા પોરમેહેરાય આજુ લોગુ ઈસુવા મહિમા નાંય ખુલ્લી કોઅલી આતી.
40 બાકી લોકહામાઅને કોલાહાક ઈ વાત વોનાઈન આખતા લાગ્યા, “હાચ્ચો ઓ તો ભવિષ્યવક્તા હેય જ્યા યેયના વાટ જોવજે.”
41 બીજહાંય આખ્યાં, “તો ખ્રિસ્ત હેય,” બાકી કાદાય આખ્યાં, “કાહા? કાય ખ્રિસ્ત ગાલીલ ભાગામાઅને યી?
42 પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય કા, ખ્રિસ્ત દાઉદા કુળામાઅને એને બેથલેહેમ ગાવામાઅને યી, જાં દાઉદ રાજા રોતો આતો,”
43 એહેકોયન ઈસુ લીદે લોકહામાય ફુટ પોડી ગિઇ.
44 યાહાટી કોલહાક લોક ચ્યાલ દોઅરાં કોએત, બાકી તેરુંબી કાદે ચ્યાલ આથ નાંય લાવ્યો.
45 તોવે દેવાળા રાખવાળ્યા મુખ્ય યાજક એને પોરૂષીયાહા પાય યેના, એને યહૂદી આગેવાનહાય આખ્યાં, “તુમા ચ્યાલ કાહા નાંય લેય યેના?”
યહૂદી આગેવાના બોરહો
46 દેવાળા રાખવાળ્યાહાય જાવાબ દેનો, “કાદા માઅહાય કોવેજ ઓહડયો વાતો નાંય કોઅલ્યો.”
47 તોવે પોરૂષીયાહાય જાવાબ દેનો, “કાય તુમાબી છેતારાય ગીયહા?
48 રાજા કા પોરૂષીયાહા માઅને કાદોબી ચ્યાવોય બોરહો કોઅલો હેય?
49 બાકી ચ્ચે માઅહે જ્યેં મૂસા નિયમશાસ્ત્ર નાંય જાંએત, ચ્યા પોરમેહેરાથી સ્રાપિત હેય.”
50 નિકોદેમુસે, જો પેલ્લા રાતી ઈસુપાય યેનલો આતો, પોરૂષી લોકહામાઅને તો આતો, ચ્યે ચ્યાહાન આખ્યાં.
51 કાય મા નિયમશાસ્ત્ર કાદા માઅહાલ જાવ લોગુ ચ્યા વોનાયને જાઈ નાંય લેય કા તો કાય કોઅહે, દોષ થોવહે કા?
52 ચ્યાહાય ચ્યાલ જાવાબ દેનો, “કાય તુંબી ગાલીલ ભાગા હેય કા? પવિત્રશાસ્ત્રમાય હોદ એને તુલ હોમજાયી કા ગાલીલ ભાગામાઅને કાદો ભવિષ્યવક્તા નાંય યેનારો હેય.”
53 તોવે બોદે જાંએ જ્યાહા ચ્યાહા ગોઓ જાતે રિયે.