11
યરૂશાલેમમાં નવાં લોકોનો પ્રવેશ
લોકોના તમામ આગેવાનો યરૂશાલેમમાં વસ્યા અને બાકીના લોકોમાંથી દશ માણસમાંથી એક માણસ માટે પવિત્ર નગરી યરૂશાલેમમાં વસે તે માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. જ્યારે બાકીના નવ અન્ય નગરોમાં જઇને વસ્યા. યરૂશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસો પર લોકોએ આશીર્વચન ઉચ્ચાર્યા.
આ યરૂશાલેમમાં રહેતાં પ્રાંતના આગેવાનો છે તેમ છતાં યહૂદિયાના નગરોમાં સહુ પોતપોતાની ભૂમિ પર પોતપોતાના ગામમાં રહેતાં હતાં; ઇસ્રાએલના લોકો, યાજકો, લેવીઓ, મંદિરના સેવકો, અને સુલેમાનના સેવકોના વંશજો.
 
કેટલાક યહૂદાના અને કેટલાક બિન્યામીનના લોકો યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે.
 
અથાયા ઉઝિઝયાનો પુત્ર, (ઉઝિઝયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો, હલાલએલ પેરેશના વંશજોમાંથી હતો.) અને માઅસેયા (માઅસેયાને બારૂખનો પુત્ર, બારૂખ કોલહોઝેહનો, કોલહોઝેહ હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો, ઝખાર્યા શીલોનીનો.) પેરેશના સર્વ વંશજો જેઓ યરૂશાલેમમાં વસ્યા તેઓ 468 પરાક્રમી પુરુષો હતા.
 
આ બિન્યામીના પુત્રો છે:
 
સાલ્લુ મશુલ્લામનો પુત્ર, (મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, કોલાયાનો પુત્ર પદાયા હતો, જે માઅસેયાનો પુત્ર હતો, જે ઇથીએલનો પુત્ર હતો, અને ઇથીએલ યશાયાનો.) અને તેના સગાંવહાંલા ગાબ્બાય, સાલ્લાય, તેઓ કુલ 928 હતા. ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો; હાસ્સનૂઆહનો પુત્ર યહૂદા એ નગરના પ્રભુત્વનો દ્વિતીય ક્રમનો ઉપરી હતો.
 
10 યાજકોમાંના:
 
યોયારીબનો પુત્ર યદાયા, યાખીન, 11 સારાયા હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોથ અહીટુબનો પુત્ર હતો જે દેવના મંદિરનો કારભારી હતો, 12 અને તેમના સગાંવહાંલા જેઓ મંદિરનું કામ કરતા હતા, તેઓ 822 હતા; યહોરામ પલાલ્યાનો પુત્ર હતો જે આમ્સીનો પુત્ર હતો, આમ્સી ઝખાર્યાનો પુત્ર હતો, જે પાશહૂરનો પુત્ર હતો અને પાશહૂર માલ્કિયાનો પુત્ર હતો, 13 તથા તેના સગાંવહાંલા જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતાં તેઓ 242 હતાં; ઇમ્મેરના પુત્ર મશિલ્લેમોથના પુત્ર આહઝાયના પુત્ર અઝારએલનો પુત્ર અમાશસાય, 14 તથા તેઓના સગાંવહાંલા, એ પરાક્રમી પુરુષો 128 હતા; હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો ઉપરી હતો.
 
15 લેવીઓમાંથી:
 
હાશ્શૂબનો પુત્ર શમાયા (હાશ્શૂબ તે આઝીકામનો પુત્ર હતો, તે હશાબ્યાનો પુત્ર હતો અને હશાબ્યા બુન્નીનો પુત્ર હતો); 16 શાબ્બથાય તથા યોઝાબાદ, (શાબ્બથાય અને યોઝાબાદ લેવીઓના આગેવાન હતા જેઓ દેવના મંદિરના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા;) 17 અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના સગાઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો. 18 પવિત્ર નગરમાં સર્વ મળીને લેવીઓ 284 હતા.
 
19 દ્વારપાળ
 
આક્કૂબ, ટાલ્મોન તથા તેનાં સગાંઓ, જે દરવાજાની રખેવાળી કરતા હતા, તેઓ 172 હતા.
 
20 ઇસ્રાએલનાં બાકીના લોકો, યાજકો, તથા લેવી યહૂદાના નગરોમાં રહેતા હતા, દરેક જણ પોતાના કુટુંબની જમીન પર. 21 પણ મંદિરના સેવકો ઓફેલમાં રહેતા હતા. સીહા અને ગિશ્પા તેના આગેવાન હતા.
22 મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝઝી યરૂશાલેમમાં રહેતા લેવીઓનો આગેવાન હતો, અને ઉઝઝીના પિતા અને પિતૃઓ ગવૈયા હતા, તે આસાફના વંશજો હતા. તેઓ દેવના મંદિરના કામનો કારભાર સંભાળતા હતાં. 23 તેઓના વિષે રાજાનો એક હુકમ હતો, ગાયકો માટે નિયત ભત્તુ આપવું, જેની દરરોજ જરૂર પડતી હતી. 24 યહૂદાના પુત્ર ઝેરાહના વંશજ મશેઝાબએલનો પુત્ર પેથાહ્યા જનસંપર્કના સર્વ વહીવટમાં રાજાને મદદ કરતો હતો.
25 અને તેમના ખેતરો અને ગામડાઓ માટે યહૂદાના લોકો આ ગામમાં રહ્યાં: કિયાર્થઆર્બા અને તેના ગામ, દીબોન અને તેના ગામ, યકાબ્સએલ અને તેના ગામમાં, 26 અને યેશૂઆમાં મોલાદાહમાં, બેથ-પેલેટમાં; 27 હસાર-શૂઆલમાં અને બેરશેબા અને તેના ગામોમાં; 28 સિકલાગમાં, મખોનાહ અને તેનાં ગામોમાં, 29 એન-રિમ્મોનમાં, સોરાહમાં યાર્મૂથમાં, 30 ઝાનોઆહમાં, અદુલ્લામ અને તેઓનાઁ ગામમાં. લાખીશ અને તેનાઁ ખેતરોમાં, અઝેકાહ તથા તેનાઁ ગામમાં. આમ લોકોએ બેર-શેબાથી હિન્નોમની ખીણ સુધી છાવણી દરેક ઠેકાણે નાખી.
31 બિન્યામીન કુળના લોકો જ્યાં વસ્યા તે નગરો આ પ્રમાણે હતા: ગેબા, મિખ્માશ, આયા, બેથેલ, તેઓની આસપાસના ગામો સાથે હતા. 32 અનાથોથ, નોબ, અનાન્યા, 33 હાસોર, રામા, ગિત્તાઇમ, 34 હાદીદ, સબોઇમ, નબાલ્લાટ, 35 લોદ, ઓનો અને કારીગરોની ખીણ. આ સર્વ સ્થળોએ તેઓ વસ્યા હતા. 36 અને યહૂદામાં રહેતા કેટલાક લેવીઓના સમુહો બિન્યામીનનો ભાગ બન્યા.