નીતિવચનો
1
નીતિવચનોનો હેતુ
1 ઇસ્રાએલના રાજા દાઉદના પુત્ર સુલેમાનનાં નીતિવચનો:
2 વ્યકિત માટે આ પુસ્તકનો હેતુ છે કે તે જ્ઞાન અને શિક્ષણ મેળવે, જેનાથી તે ઊંડી સમજ આપે તેવા શબ્દો સમજી શકે.
3 કે તેને વિચાર પૂર્વકની વર્તણૂકની, સારા વિવેકની અને ન્યાયની કેળવણી મળે.
4 ભોળા માણસો ચતુર બને, યુવાનોને જ્ઞાન તથા વિવેકબુદ્ધિ મળે.
5 જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે. અને સમજુ માણસને દોરવણી મળે.
6 તેઓ કહેવતો અને ષ્ટાંતો જ્ઞાનીઓના વચનો અને તેમના કોયડાઓ પણ સમજી શકશે.
7 યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. પણ મૂખોર્ જ્ઞાન અને શિક્ષણને વ્યર્થ ગણે છે.
સુલેમાન પોતાના બાળકોને ઉપદેશ આપે છે
8 મારા દીકરા, તારા પિતાનો ઉપદેશ સાંભળ, અને તારી માતાનું શિક્ષણ નકારીશ નહિ.
9 કેમ કે તારા મસ્તક પર ફૂલોના મુગટ અને ગળાના હાર રૂપ બની રહેશે.
ચેતવણી અધર્મ લોકોથી બચો
10 મારા દીકરા, જો દુષ્ટ પાપીઓ તને લલચાવે તો તું એમની વાતો માનતો નહિ.
11 જો તેઓ તને કહે કે “અમારી સાથે ચાલ, કોઇની હત્યા કરવા માટે આપણે સંતાઇ રહીએ; અને જે નિદોર્ષ છે તેને ફસાવવા છુપાઇ રહીએ.
12 જેમ શેઓલ જીવતા માણસોને ગળી જાય છે તેમ આપણે તેમને ગળી જઇશું.
13 વિવિધ પ્રકારનો કિઁમતી માલ આપણા હાથમાં આવશે, આપણે આપણાં ઘર લૂંટથી ભરીશું.
14 તું અમારી સાથે જોડાઇ જા. અને અમારો ભાગીદારથા; આપણાં સૌનો ભાગ સિલકમાં સરખો રહેશે.”
15 મારા દીકરા, એમના માગેર્ ચાલતો નહિ, તેમના માગેર્ તારા પગ મૂકતો નહિ.
16 કારણ, તેમના પગ દુષ્ટ પાપ કરવા ઉતાવળા હોય છે અને હત્યા કરવાને દોડી જતા હોય છે.
17 કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે.
18 તેઓ અન્યની હત્યા કરવા સંતાઇ રહે છે, પણ હત્યા એમની જ થાય છે. બીજાનો જીવ લેવા જાય છે. અને પોતાનો જીવ ગુમાવે છે.
19 પ્રત્યેક ધનના લોભીના માગોર્ આવા જ છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.
ચતુર સ્ત્રી
20 જ્ઞાન શેરીઓમાં મોટે અવાજે બોલાવે છે. તે જાહેર સ્થળોએ બૂમો પાડે છે.
21 તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરને દરવાજે ઊભુ રહીને બૂમો પાડે છે:
22 “હે ભોળિયાઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ટિખળી લોકો, તમે ક્યાં સુધી ટિખળ કરવામાં આનંદ મેળવશો? ઓ મૂર્ખાઓ, ક્યાં સુધી તમે જ્ઞાનનો તિરસ્કાર કરશો?
23 જો તમે મારી ચેતવણી સાંભળશો તો હું મારો આત્મા તમારા પર રેડીશ અને મારા વચનો તમને જણાવીશ.
24 “પરંતુ મેં તમને બોલાવ્યા અને તમે ના પાડી. મેં મારો હાથ લંબાવી ઇશારો કર્યો પણ કોઇએ તેની કાળજી કરી નહિ;
25 તમે મારા સવેર્ ઉપદેશ ફગાવી દીધા છે અને મારી ચેતવણીને પણ ગણકારી નથી.
26 તેથી જ્યારે તમારી ઉપર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ; જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
27 એટલે જ્યારે વંટોળિયાની જેમ તમારી ઉપર ભય ફરી વળશે, વિપત્તિઓ ફૂટી નીકળશે, સંકટ અને વેદના તમારા પર આવશે.
28 “ત્યારે તેઓ મને બોલાવશે તો પણ હું ઉત્તર આપીશ નહિ, તમે મને ખંતથી શોધશો પણ હું તમને મળીશ નહિ.
29 કારણ, તેઓએ વિદ્યાનો તિરસ્કાર કર્યો છે અને તેમણે યહોવાનો ડર રાખ્યો નથી.
30 મારી સલાહ માની નહોતી અને તેઓએ મારો સઘળો ઠપકો તુચ્છ ગણ્યો.
31 તેથી તેઓને તેમના કર્મના ફળ મળશે અને તેમને તેમની પોતાની સલાહો ભારે પડશે.
32 “આમ, મૂખોર્ના અવળા રસ્તા તેમને મૃત્યુના મુખમાં લઇ જાય છે. અને મૂખોર્ની બેદરકારી તેમનો વિનાશ નોઁતરે છે.
33 પરંતુ જે કોઇ મારું કહ્યુ સાંભળશે તે સુરક્ષિત રહેશે. અને કોઇપણ જાતના નુકશાન થવાના ભય વિના શાંતિ અનુભવશે.”