16
સીબા દાઉદને મળ્યો
1 દાઉદ પર્વતના શિખરથી સહેજ આગળ ગયો ત્યાં તેને મફીબોશેથનો નોકર સીબા મળ્યો, તેની પાસે બે ગધેડાં હતાં, અને તેમનાં પર 200 સૂકી રોટલી, 100 દ્રાક્ષોવાળી મીઠી પાંઉરોટી, 100 ઉનાળાની ઋતુનાં ફળ અને એક બરણી ભરીને દાક્ષારસ હતો.
2 સીબાને રાજાએ પૂછયું, “તું આ બધું શા માંટે લાવ્યો છે?”
સીબાએ જવાબ આપ્યો, “આ ગધેડાં રાજાના કુટુંબના સભ્યો માંટે છે. રોટલી અને ઉનાળાની ઋતુનાં ફળ તમાંરા યુવાન નોકરો માંટે છે. અને આ દ્રાક્ષારસ તમાંરામાંથી જે કોઈને રણમાં નબળાઇ લાગે તેને પીવા માંટે છે.”
3 રાજાએ તેને સવાલ કર્યો, “તારા ધણી શાઉલનો પૌત્ર મફીબોશેથ કયાં છે?”
સીબાએ કહ્યું, “તે યરૂશાલેમમાં રહે છે, કારણ, ‘તેને એમ લાગે છે કે, હવે ઇસ્રાએલીઓ તેના દાદા શાઉલનું રાજય તેને પાછું આપશે.’ ”
4 રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈં છે તે બધું હવે તારું છે.”
સીબાએ કહ્યું, “ઓ પ્રભુ, માંરા રાજા, હું આપને પ્રણામ કરું છું. અને હું સદા આપને પ્રસન્ન કરતો રહું.”
દાઉદને શિમઇનો શ્રાપ
5 દાઉદ રાજા બાહૂરીમ પાસે પહોંચ્યો ત્યાં, તેઓને શાઉલના કુટુંબનો માંણસ ગેરાનો પુત્ર જેનું નામ શિમઈ હતું, તે તેઓને શાપ દેતો દેતો આગળ આવ્યો.
6 દાઉદના બધા અગંરક્ષકોને દાઉદની ડાબી અને જમણી બાજુએ તેનું રક્ષણ કરવા ફરી વળ્યાં હતાં, કારણકે શિમઇએ દાઉદ અને તેના અમલદારો ઉપર પથ્થર ફેંકવાની કોશિષ કરી હતી.
7 તેણે દાઉદને અપશબ્દો કહ્યાં, “ઓ ખૂન કરનાર, લોહી તરસ્યા! અહીંથી ચાલ્યો જા!
8 તેં શાઉલનું રાજય લઇ લીધું છે. અને તેં જે ખૂન કર્યું અને દરેકને માંરી નાખ્યા; તેનો બદલો દેવ તારા ઉપર લઈ રહ્યા છે, તેથી યહોવાએ તારું રાજય લઇ લીધું અને તારા પુત્ર આબ્શાલોમને આપ્યું છે. ઓ ખૂની, તને તારા પાપોની સજા મળી રહી છે!”
9 ત્યારે સરૂયાના પુત્ર અબીશાયે દાઉદને કહ્યું, “માંરા પ્રભુ માંરા રાજા, આપ આ મરેલા કૂતરાં જેવાને શા માંટે આપને શાપ આપવા દો છો? મને જઇને તેનું માંથું ધડથી જુદું કરવાની મંજૂરી આપો.”
10 પરંતુ રાજાએ અબીશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “ઓ સરૂયાના પુત્ર, તને શું થયું છે? જો તેઓને યહોવાએ કહ્યું હોય કે, ‘દાઉદને શાપ આપ,’ તો તમે એને પ્રશ્ર્ન કરવાવાળા કોણ છો? તું આમ શા માંટે કરે છે? અને કયા કારણથી?”
11 દાઉદે અબીશાયને અને બીજા બધા અમલદારોને કહ્યું, “જો માંરો સગો પુત્ર માંરો જીવ લેવા તૈયાર હોય તો આ બિન્યામીનના કુળસમૂહના માંણસને એમ કરવાનો વધુ અધિકાર છે. તેને મને શાપ આપવા દો. યહોવાએ તેને આમ કરવા કહ્યું છે.
12 કદાચ યહોવા માંરા દુ:ખ સામે જોશે અને આજના આ શાપને બદલે મને આશીર્વાદ આપશે.”
13 આથી દાઉદ અને તેના માંણસોએ આગળ ચાલવા માંડયું અને શિમઈ નજીકની ટેકરીઓ પર ધારે ધારે તેઓની ઝડપે તેઓની સાથે થવા જ ચાલતો હતો અને ચાલતાં ચાલતાં તે દાઉદને શાપ આપતો જતો હતો, અને દાઉદ પર પથરા ફેંકતો હતો. અને ધૂળ ઉડાડતો હતો.
14 રાજા અને તેના માંણસો યર્દન નદી પહોંચ્યા ત્યારે તેઓ સર્વ થાકી ગયા હતાં, આથી તેમણે ત્યાં વિશ્રામ કર્યો.
15 આબ્શાલોમ અને બધા ઇસ્રાએલીઓએ યરૂશાલેમમાં પ્રવેશ કર્યો અને અહીથોફેલ તેમની સાથે આવ્યો.
16 દાઉદનો મિત્ર આકીર્હૂશાય જયારે આબ્શાલોમને મળ્યો ત્યારે તેણે તેને કહ્યું, “નામદાર રાજા, ઘણું જીવો! નામદાર રાજા ઘણું જીવો.”
17 પરંતુ આબ્શાલોમે તેને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યેની તારી આવી જ વફાદારી છે? તું તારા મિત્ર દાઉદ સાથે શા માંટે ન ગયો?”
18 હૂશાયે તેને જવાબ આપ્યો, “એ શી રીતે બને? જેને યહોવાએ, આ લોકોએ તથા ઇસ્રાએલના સર્વ માંણસોએ પસંદ કર્યો, તેનો જ હું થઈશ, ને તેના જ પક્ષમાં હું રહીશ.
19 વળી, જો હું માંરા ધણીના પુત્રની સેવા ન કરું તો કોની સેવા કરવાનો હતો? મેં આપના પિતાની હજૂરમાં સેવા કરી હતી તેમ તારી હજૂરમાં પણ હું સેવા કરીશ.”
આબ્શાલોમે અહીથોફેલની સલાહ લીધી
20 પછી આબ્શાલોમે અહીથોફેલને કહ્યું, “હવે આપણે શું કરવું તે વિષે તું મને તારી સલાહ આપ.”
21 અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”
22 તેથી તે લોકોએ મહેલની અગાસી ઉપર માંડવો કર્યો અને સૌ ઇસ્રાએલીઓના દેખતાં તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે સૂતો.
23 તે સમયમાં અહિથોફલની સલાહ દેવનીવાણી જેવીજ માંનવામાં આવતી હતી. દાઉદ અને આબ્શાલોમ પણ અહીથોફેલની સલાહને એ જ પ્રમાંણે માંનતા હતાં.